કેન્દ્ર સરકારના મહત્વના પ્રોજેક્ટ ભારતમાલાને લઈને આદિવાસી સમાજમાં ભારે વિરોધ થઈ રહ્યો છે. નવસારીના વાંસદા અને ચીખલીના ગામોમાં જમીન સંપાદનનો વિરોધ સાથે વાંધા અરજી કરવામાં આવી હોવા છતાં ક્યાંક સર્વે કામગીરી કરાતા આદિવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આદિવાસી સમાજના આગેવાનોએ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં ફરી એકવાર વિરોધ રેલી કાઢી નવસારી કલકેટરને આવેદન પત્ર આપ્યું છે. આદિવાસી સમાજ જાન આપીશું જમીન નહિ નો એક સુરે સરકારના આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યો છે.