ગુજરાતના અનેક વિસ્તારોમાં ખનન માફિયાઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે થોડા સમય પહેલા ખનન માફિયા અધિકારીઓથી બચવા સરકારી ગાડીઓમાં GPS લગાવ્યું હતું, હવે માફિયાઓ નદીઓમાં બેફામ ખનન કરી રહ્યા છે. પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકામાંથી પસાર થતી સરસ્વતી નદીમાં સરકારના ખાણ ખનીજ વિભાગ દ્વારા લીઝ આપવામાં આવી છે. જેમાં નિયમ કરતાં વધુ ખોદકામ કરી રહ્યા હોવાનું નેદરા ગામના લોકો આરોપ લગાવી રહ્યા છે. ગ્રામજનો દ્વારા અધિકારીઓને લેખિતમાં જાણ પણ કરવામાં આવી પણ ખનન માફિયા પર કોઈ પર પ્રકારની તપાસ નથી કરવામાં આવી રહી..