ભરૂચના ગ્રામ્ય વિસ્તારની શિક્ષણ સંસ્થાઓનું સ્તર કેટલું નીચું ગયું છે તેનો દાખલો સરભાણ કોલેજ આપી રહ્યું છે. આજે ગુજરાત તકની ટીમે આ કોલેજની મુલાકાત લીધી હતી. આ દરમિયાન વિદ્યાર્થીઓએ અનેક સમસ્યા ગણાવી હતી. જેની સામે કોલેજના પ્રિન્સિપાલ બળવંત ઠાકોરે પોતાનો લુલો બચાવ કરતા હાસ્યાસ્પદ જવાબો આપ્યા હતા.