હમ્પીમાં કન્નડ અને સંસ્કૃતિ વિભાગ દ્વારા આયોજિત કાર્યક્રમમાં કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા કલાકારો સાથે ડાન્સ કરતા જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર તેનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેમણે સ્ટેજ પર કલાકારો સાથે જોરદાર ડાન્સ પણ કર્યો હતો. આ દરમિયાન કલાકારોનો ઉત્સાહ પણ જામ્યો હતો.