સમગ્ર દેશમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અંગે ઉત્સાહનો માહોલ છે. આવતીકાલે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ વચ્ચે આદિવાસી નેતા અને ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુભાઇ વસાવા સાથે વાતચીત થઈ હતી. તેમણે જણાવ્યું હતું કે, ભગવાન માં કોઈ માણસ પ્રાણ કેવી રીતે પૂરી શકે? નરેન્દ્ર મોદીએ બધાને બતાવવું જોઈએ કે, પ્રાણ ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે. કોઈમાં પ્રાણ પૂરવા હોય તો , માથું ધડથી અલગ કરવું પડે. આ ઉપરાંત તેમણે એમ પણ જણાવ્યું હતું કે, ભગવાન અને મંદિરોનો આ દેશ છે તો લોકોની દુર્દશા કેમ છે? હવે રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે તો ૨૩ તારીખ પછી દેશમાંથી ગરીબી, ભૂખમરી, મોંઘવારી દૂર થઈ જવી જોઈએ.