આમ તો રાજકારણમાં આવી અનેક માન્યતાઓ પ્રવર્તે છે, પરંતુ જેના કારણે ત્રણ-ત્રણ મુખ્યમંત્રીએ સત્તા ગુમાવી હોય, અને ફરી કદીય સીએમ પદ ના મળ્યું હોય તેવામાં ચૂંટણી ટાણે કોઈ રિસ્ક લેવું તેના કરતા હેલિકોપ્ટરને બદલે બાય રોડ અંબાજી પહોંચવું પીએમ મોદીને કદાચ વધુ યોગ્ય લાગ્યું હશે. અંબાજી ખાતે ઘણા નેતાઓ આવે છે પણ તેઓ હેલિકોપ્ટર દ્વારા અંબાજી આવતા નથી