દિલ્હીમાં લીકર કૌભાંડને લઈને EDએ મુખ્યમંત્રી અરવિદ કેજરીવાલને સમન્સ પાઠવીને પૂછપરછ માટે હાજર રહેવા માટે કહ્યું હતું, જો કે આજે અરવિંદ કેજરીવાલ ED સમક્ષ હાજર થયા ન હતા. EDના સમન્સને નજરઅંદાજ કરી તેઓ મધ્યપ્રદેશ ચૂંટણી પ્રચાર માટે ગયા હતા. કેજરીવાલે EDના સમન્સને ગેરબંધારણીય અને રાજનીતિથી પ્રેરિત ગણાવ્યું હતું.