10 જનપથ ખાતે સોનિયા ગાંધી સાથે મુલાકાત કરતી વખતે, રેવન્ત રેડ્ડીએ તેલંગાણા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રસ્તાવ પણ પસાર કર્યો હતો કે સોનિયા ગાંધીએ તેલંગાણામાંથી ચૂંટણી લડવી જોઈએ. તેલંગાણા કોંગ્રેસે સોનિયા માટે ખમ્મમ, નાલગોંડા અને મહબૂબનગરની સીટો શોર્ટલિસ્ટ કરી છે. સૌથી વધુ ચર્ચા ખમ્મમ બેઠકની છે. રેવંત રેડ્ડીએ સોનિયા ગાંધીને ખમ્મમથી ચૂંટણી લડવાની ઓફર પણ કરી હતી. સોનિયા ગાંધીએ માત્ર એટલું જ કહ્યું કે તેઓ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેશે. દિલ્હીમાં સોનિયા ગાંધીને મળ્યા બાદ રેવંત રેડ્ડી ભારત જોડો પ્રવાસ પર રહેલા રાહુલ ગાંધીને મળવા રાંચી પહોંચ્યા હતા.