Diamond City Surat ના હીરાના વેપારીઓને Union Budget 2024 ને લઈને શું આશા છે તે જાણો | Tak Live Video

Diamond City Surat ના હીરાના વેપારીઓને Union Budget 2024 ને લઈને શું આશા છે તે જાણો

ગુજરાતની આર્થિક રાજધાની સુરતને ટેક્સટાઈલ સિટી તેમજ ડાયમંડ સિટી કહેવામાં આવે છે. સુરતના હીરાના કારખાનામાં કાપવામાં આવતા હીરા દેશ અને દુનિયાના દેશોમાં મોકલવામાં આવે છે. વિશ્વનું સૌથી મોટું હીરા કટિંગ અને પોલિશિંગનું કામ સુરતના હીરાના કારખાનામાં થાય છે. કેન્દ્ર સરકાર વચગાળાનું બજેટ લાવવા જઈ રહી છે જેના માટે સુરતના હીરાના વેપારીઓને સરકારના બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ છે.ગુજરાત તક સાથેની વાતચીતમાં સુરતના એક હીરા ઉદ્યોગપતિએ આગામી બજેટમાં સરકાર તરફથી અનેક ફેરફારોની અપેક્ષા વ્યક્ત કરી છે. ચાલો જાણીએ ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન દિનેશ નાવડિયા અને સુરત ડાયમંડ એસોસિએશનના ઉપપ્રમુખ ગૌરવ સેઠીએ ગુજરાત તક સાથેની વાતચીતમાં શું કહ્યું.