આગામી કેટલાક મહિનામાં દેશમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. આ પહેલા ઈન્ડિયા ટુડે અને સી વોટર એક સર્વે લાવ્યા છે, જેમાં દેશના લોકોનો મૂડ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે જો આજે લોકસભાની ચૂંટણી યોજાય તો કઈ પાર્ટીને કેટલી સીટો મળશે અને વોટની ટકાવારી કેટલી રહેશે. દેશની તમામ લોકસભા સીટોને મૂડ ઓફ ધ નેશન સર્વેમાં સામેલ કરવામાં આવી છે, જેની સેમ્પલ સાઈઝ 1,49,092 છે. આ સર્વેમાં લગભગ 35 થી 38 હજાર લોકો સાથે વાત કરવામાં આવી છે, જેના આધારે તેઓ વોટ ટકાવારી અને પાર્ટીઓને જીતેલી સીટોની સંખ્યા વિશે જણાવી રહ્યા છે.