36 વર્ષ પછી બે દિગ્ગજ નેતાઓની દીકરીઓ આવશે સામસામે? Gujaart ની Bharuch Loksabha Seat પર હાજર BJPના સાંસદ મનસુખ વસાવા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલની પુત્રી મુમતાઝ, AAP નેતા ચૈતર વસાવાના કારણે સતત હેડલાઇન્સમાં રહે છે. 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં ભરૂચમાં ગરમાવો આવે તેવી શક્યતાઓ છે. જો કોંગ્રેસ 2024ની ચૂંટણીમાં (daughter card) દીકરી કાર્ડ રમે છે તો ભાજપ પણ તેનો સામનો કરવા તૈયાર છે. ચર્ચા છે કે આવી સ્થિતિમાં પાર્ટી દર્શના દેખમુખ પર દાવ લગાવી શકે છે. જો આમ થશે તો ભરૂચમાં દીકરી-દીકરી વચ્ચે લડાઈ જોવા મળશે.