નીખિલ સવાણી 2017ની વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપમાંથી રાજીનામુ આપ્યું હતું અને તે સમય તેમણે ભાજપ પર ગંભીર આરોપો પણ લગાવ્યા હતા. તેમણે એક નિવેદનમાં કહ્યું હતું કે, જે પાટીદારોને સાથ આપશે તેમાં જોડાશે. ત્યારબાદ તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા. જેમાં કોંગ્રેસે તેમને ગુજરાત યુથ કોંગ્રેસના ઉપ પ્રમુખનો પદ આપ્યો હતો. તેમનું ગજગ્રાહ થતાં તેમને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, તેઓ ખૂદ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો તેમ તેમણે કહ્યું હતું. બાદમાં તેઓ જાડુના સાહારે ગયા અને પછી ફરી ભાજપમાં ઘર વાપસી કરી છે.