ચકાચક રોડને ફરી બનાવવાના કૌભાંડ ફૂટ્યો ભાંડો! | Tak Live Video

ચકાચક રોડને ફરી બનાવવાના કૌભાંડ ફૂટ્યો ભાંડો!

ભાવનગર મહાનગરપાલિકામાં અંધેરી નગરી અને ગંડુ રાજા જેવી સ્થિતિની જેમ વહીવટ ચાલી રહ્યો છે નગરજનોએ કાળી મજૂરી કરીને ચૂકવેલ ટેકસનાં પૈસા વેડફવાની જાણે કે અધિકારીઓ અને શાસકોને પરવાનો મળી ગયો હોઈ તેમ લાગી રહ્યું છે... તાજેતરમાં જ એક સારા રોડને ફરી નવો બનાવવા કોન્ટ્રાકટર અને અધિકારીના પ્રયાસને મેયરે નિષ્ફળ બનાવ્યો અને આખરે મામલો મહાનગરપાલિકા કમિશનર સુધી પહોંચતા કમિશનરે મહાનગરપાલિકાનાં અધિક મદદનીશ ઈજનેરને સસ્પેન્ડ કરી દીધા..