મહેમદાવાદ પાસે હોમગાર્ડ દળમા ફરજ બજાવતા બે સભ્યો બાઈક ચાલક માટે દેવદૂત બન્યા.મહેમદાવાદના આમસરણ પાસે બાઈક ચાલકને હદય રોગનો હુમલો આવ્યો હતો.ખેડા જીલ્લા હોમગાર્ડઝ દળમાં ફરજ બજાવતા બે સભ્યોએ બાઈક ચાલકને સીપીઆર આપી જીવ બચાવ્યો...બન્ને હોમગાર્ડ દળના સભ્યોએ સીપીઆર તાલીમ લીધેલી હતી અને તાલીમ અનુસાર બાઈક ચાલકને સીપીઆર આપ્યો હતો.બાઈક ચાલકને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો