ગુજરાતના ઇતિહાસમાં ક્યારેય ન ભુલાય તેવી મોટી દુર્ઘટના આજે વડોદરામાં બની છે. વડોદરા હરણી તળાવ બોટની ગોજારી ઘટનામાં બાળકો, શિક્ષક સહિત 14 લોકોના કામકમાટીભર્યા મોત નિપજયા છે અને હજુ પણ ઘોર અંધારામાં જિંદગીની શોધ ચાલી રહી છે. ત્યારે આ ઘટનાને લઇ રાજ્ય આખું હચમચી ગયું છે. આ સ્કૂલના સંચાલક છે નેવિલ વાડિયા. ISO સર્ટિફાઈડ એવી ન્યૂ સન રાઈઝ સ્કૂલના સ્થાપક નેવિલ વાડિયાના પરીવાર ફેમિલી અને ક્રિકેટ શોખ તથા અન્ય બાબતોને આવરી લેવામાં આવી છે.