સુરતમાં કૂતરાઓને આતંકને લઈને દરેક માણસ ફફડી રહ્યો છે. સુરત શહેરના ભેસ્તાન ખાતે એક ચાર વર્ષની બાળકીને કુતરાઓ દ્વારા ફાડી ખાધા બાદ સુરતીઓ ગુસ્સે ભરાયા છે તો જીવ દયા પ્રેમી લોકો આના માટે લોકોને જ જવાબદાર ગણી રહ્યા છે. ગુજરાત તક સાથે વાતચીતમાં સુરત મહાનગરપાલિકાની ખસીકરણની કાર્યવાહી પર લોકો સવાલ ઊભા કરી રહ્યા છે.