કેન્દ્ર સરકાર વચગાળાનું બજેટ લાવવા જઈ રહી છે. એશિયાના સૌથી મોટા કાપડ બજાર સુરતના કાપડના વેપારીઓને આ અંગે ઘણી અપેક્ષાઓ છે. સુરતના કાપડના કારખાનાઓમાં કાપડ વિવિંગ, કાપડને ડાઈંગ, પ્રિન્ટીંગ સુધીની તમામ પ્રક્રિયા કરવામાં આવે છે અને ત્યારબાદ તૈયાર સાડીના રૂપમાં કાપડ દેશ અને દુનિયામાં મોકલવામાં આવે છે. કેન્દ્ર સરકાર તેનું બજેટ લાવવાની છે, આવી સ્થિતિમાં સુરતના કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા કાપડના વેપારીઓને ખાસ આશા છે કે વિવિધ ટેક્સ ભરવાની પ્રક્રિયા હળવી થશે. ગુજરાત તક સાથેની વાતચીતમાં સુરતના કાપડના વેપારીઓએ શું કહ્યું સાંભળો..