2024ની લોકસભાની ચૂંટણીઓ માટેની ભારતીય ચૂંટણી પંચની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે અને શક્ય છે કે મધ્ય માર્ચથી એપ્રિલ સુધીમાં મતદાન થાય, મે મહિનાના પ્રથમ સપ્તાહમાં નવી સરકાર સત્તારૂઢ પણ થઇ શકે. દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીએ તેમના હેઠળની ૧૧ લોકસભા બેઠકની તૈયારીઓમાં ચૂંટણીની તારીખ ૧૬ એપ્રિલ હોવાનો એક સર્ક્યુલર વાયરલ થયો હતો અને તેના કારણે ચૂંટણીની તારીખો અંગેની અટકળો થઈ..